Saturday, 29 July 2017

ગઝલ

ગાગાલગા ગાલગા ગાગાલગા ગાલગા
( બસીત દ્વિખંડી છંદ)

બેઠા તમે પાસમાં, ને હાથ છે હાથમાં,
ફૂલો બધા બાગના, આજ આઘાતમાં.

એની જલનની હવે ,પરવા નથી રાખવી,
છોને બળે  આપણી,આ મિલન ની આગમાં.

જોને ખુશીનું નગર, મારા હ્ર્દયમાં વશે,
જરા મેં હતી,લીધી તને બાથમાં.

પાસે થઈને  ગઈ, ને મ્હેક ફેલાય છે,
કિસ્મત હશે  એમનું, ન્હાતા હશે સાથમાં.

છે રાત પૂનમ તણી પણ અંધકારે ભરી.
ખોવાય છે ચાંદની, તારા પ્રકાશમાં.

-સંદિપ ભાટીયા"કવિ"

No comments:

Post a Comment