હું સેજ સજાવું .સેજ સોહાવું
હું પ્રિયદર્શીની,મનમોહિની,ગજગામિની
હું લલચામણી ,લોભામણી, સમ્મોહીની,
કામાંધ તુ મોહાંધ તુ ધર્માંધ તુ
હું કામિની, હું દામિની, હું યોગીની
હું જ મહિસાસુરમર્દિની,
શોષિત તુ લોભીત તુ ગર્વિષ્ટ તુ
હું દેવાંગના, વારાંગના ,વીરાંગના
હું જ રક્તબીજ સંહારીણી,
હું સ્પર્શતી ,હું સ્પૃહતી, હું મેહ્ક્તી,
વીટળાઈ જા, સમાઈ જા ,
મુજ સ્પર્શ માં મુજ મોહ માં,
ના હોશ હો ના મદહોશ હો,
ના સ્વર્ગ હો ના નર્ક હો
બસ! એકલિંગ હો ,
આકાર માં નીરાકારમાં ,
સર્જન માં વિસર્જન માં,
હું જ શક્તિસ્વરૂપીણી
અસ્મિતા
No comments:
Post a Comment