Saturday, 29 July 2017

ગઝલ

ગાગાલગા ગાલગા  ગાગાલગા ગાલગા
( બસીત દ્વિખંડી છંદ )

મૂર્તિ નકામી પડે, જ્યાં જંગ જામી પડે,
કાતિલ આંખો મળે, ને વાત કાચી પડે.

ખોટા ખયાલે લડે, સાચા બહાદુર જો,
તો આભ તૂટી પડે, પૃથ્વી ય નાની પડે.

ને વાત શું છે સખી, તું મૂરઝાઇ ગઈ,
છોડી બધું આવ તું, ધૂણી ધખાવી પડે.

કે કોઈ બુદ્ધ મને, તો શું જવાબી કહું,
નાચે ભીતરે વળી, દેખાડવા બી પડે.

હાલો હવે શું રહું, પાછો ફરી જાવ છું,
આ યૌવની આગ જો, મારે જતાવી પડે.

- ઉદયન

No comments:

Post a Comment