Friday, 12 January 2018

ગઝલ

શબ્દો નો વેપાર કરુ છુ
ધંધો ધમધોકાર કરુ છુ
કમાઉ ના એકય દામ
રાત દિ કરુ છુ કામ.

લાગણીઓ નુ કરુ વેચાણ
નહી નફો કે નહી નુકશાન
જોબ મા માત્ર દિમાગ ચાલે
અહી તો દિલોદિમાગ હાલે.

લોક કહે છે શું કરો છો? 
શબ્દો ની ખેતી કરુ છુ.
દિલ દિમાગ ના છે બળદીયા
કોઠારેકોઠાર ભરુ છુ.

રોજ હસુ છુ રોજ રડુ છુ
કાગળ સાથે કલમ ઘસુ છુ.

"પ઼તીક્ષા" બ઼હમભટ્ટ.

ગઝલ

ગાલગાગા -4 આર્વતન
==================
છંદના આવા કરીને લેપડા હું ભાળવાનું  ?
મલિનતાને વાપરીને નૈયડા હું ભાળવાનું  ?

થોબડાની થૈ ગઈ આતૂરતા એ માડવીએ,
ફાંદવાળા દેહને આ કાતરી હું ભાળવાનું ?

નાદ શબ્દોનો કરી સૌ થાય આગળ સર્વજાએ,,
તો પછી હમ મૂછને તે વેતરી હું ભાળવાનું ?

આંખ મારી નાજુકી, નાદાન એ તો બાપડી છે,
એક માણહ માનવીને દૂરનું હું ભાળવાનું ??


માટલું મારું ગઝલનું કાચુ છે ને કાચુ રઇયું,
મંચ નામે "પીયુ"ને કશુયે નથી પણ ભાળવાનું ?

○○○○ પિયુ પાલનપુરી "નરોત્તમ"
લેખન તા. 10 / 01 / 2018 ○○

ગઝલ

લાલ, પીળાં,जांबली રસ્તા ઉપર,
તું મને ક્યાં ક્યાં મળી રસ્તા ઉપર.

લો,જુઓ આસ્ફાલ્ટની વહેતી નદી,
માછલી જલ બીન તરી રસ્તા ઉપર.

જે  સમય  તું  નીકળે  છે શ્હેરમાં,
એ ઘડી રળિયામણી રસ્તા ઉપર.

સાચવી મૂકી હતી મનમાં  જણસ,
એજ  વસ્તુ  सांपडी  રસ્તા  ઉપર.

પી  રહી આખા નગરને  રોશની ,
सांज કેવી ઝળહળી રસ્તા ઉપર.

          ભરત ભટ્ટ

ગઝલ

થઈ જાશે ગુલાબી શામ તારા નામની પાછળ..
મહેફિલ છે શરાબી જામ તારા નામની પાછળ

શું ચુકવી તું શકીશ મારા પ્રણયના દામ ક્યારે પણ
કર્યા શ્વાસોને પણ લીલામ તારા નામની પાછળ..

હ્દય તડતડ અવાજો શું કરે ડુસકા ભરી મનમાં
બધા ક્યાં થાય છે બદનામ તારા નામની પાછળ

નવાબી  હૈયું જાજમ પાથરી તું આભમાં બેસે
તો સૂર્યે રંગ વેરે આમ તારા નામની પાછળ..

નથી જીતી શકી બાજી હું કોઈ ખેલમાં તારી 
થયો રાજા તો યે ગુમનામ તારા નામની પાછળ..

યશવી

ગઝલ

ક્યારે હસવું ક્યારે રડવું એ બધુંયે ફિક્સ છે,
જિંદગી તો કોઈ ભેજાએ લખી કોમિક્સ છે.

બહુ વધુ ચાહતનો ડેટા રાખવામાં રિસ્ક છે,
આપણામાં માત્ર એક જ હાર્ટ છે ક્યાં ડિસ્ક છે.

મેં કરી વરસાદના સંગીતની વ્યાખ્યા, કહું?
વર્ષા : ઈશ્વરના રુદનનું કુદરતી રિમિક્સ છે.

કોઈ ગમતું જણ કહે સામેથી ચાહુ છું તને,
જિંદગીની મેચ અંદર આ તમારી સિક્સ છે!

મેં અલગ થાવા વિશે કારણ પૂછ્યું તો એ કહે,
'પ્લીઝ! ચર્ચા માટેના બીજા ઘણા ટોપીક્સ છે.

સાંભળ્યું છે કોક દિ' મનને ય ખાંસી થાય છે,
થાય તો ઉપચારમાં કહેજો ગઝલની વિક્સ છે.

આમ કહી કહીને મને બાળ્યા કરો નૈં સૌ હવે,
'રાખમાંથી થઈ જશે બેઠો અનિલ ફિનિક્સ છે.'

- અનિલ ચાવડા

ગઝલ

*ગઝલ* 17N

રસ્તામાં કદી કોઈ મળી જાય અચાનક,
ઊપરથી વળી એ'ય ગમી જાય અચાનક !

આખ્ખા'ય બગીચામાં સતત ઘુમતો ટહુકો,
આવીને તારું નામ પુછી જાય અચાનક.

તારે તો ફકત સ્મિત કરી પાડવું ખંજન !
સમજણ તો બધી મારી ડુબી જાય અચાનક !

ક્યારેક ઉગે પૂર્વમાં તું સૂર્યને બદલે !
સાચે જ દિવસ ત્યારે ઉગી જાય અચાનક !

સામે જ હો મંઝીલ તને મળવાને અધીરી !
એને'ય તું અંગુઠો ધરી જાય અચાનક !

બે-ચાર ક્ષણો આવે સ્મરણ હાથમાં લઈને,
આવીને ગઝલ એજ લખી જાય અચાનક !

ફુટે જો કળી; કોઈ નવું ફુલ ખીલે ત્યાં,
*મન*માંહે સુતું કોઈ ઉઠી જાય અચાનક !

     -ડૉ.મનોજ જોશી 'મન'
         ( જામનગર )

ગઝલ

કોક રાતે પણ જગાડે, વાત તો છે,
રોજ આશાઓ બતાવે, વાત તો છે.

રોગ મનના એ મટાડે, વાત તો છે,
તે છતાં દિલને રડાવે, વાત તો છે.

હું રિસાયો તો હતો એના જ લીધે,
એજ આવીને મનાવે, વાત તો છે.

સાવ તૂટીને વિખેરાઈ ગયો 'તો,
તે છતાં કોઈ ઉઠાડે, વાત તો છે.

આમ તો ફૂલો ઘણાં છે રાહમાં પણ,
તોય કાંટા પર ચલાવે, વાત તો છે.

  - ઉમેશ તામસે "ધબકાર"

ભજન

.................ભજન................

.....રાગ..કૈલાસ કે નિવાસી......

પિયા  હૈ હમને જામ પ્રભુ તેરે નામકા
દૂસરા નહી હૈ જામ કોઇ મેરે કામકા..
સુખ દુખ હાની લાભ દ્વંદ દૂર હો ગયા
એષણા ઓજલ હૈ ધ્યાન તેરે ધામકા...
તુંહી તુંહી તુંમ્હીહો સબ ઔર તુંહી તું
ફીર કોન હૈ પરાયા ઔર કૌન મામકા..
આનંદ હી આનંદ આઠો યામ હો ગયા
યે દુન્યવિ આનંદ હુવા દો બાદામ કા..
અમલ અમીરસકા આંબાલાલકો ચડા
પતા નહીં દીન રાત કોઇ સુબહ સામકા..

ગઝલ

ગીતોના સંગીત અર્થો બેરા ને જઇ પૂછો,.
લોઢું કેવું મીઠું ઘોડા ને જઇ પૂછો.

વાણી આપી છે ખાલી બકબક કરવા નઇ,.
વાચા કેવી મીઠી બોબા ને જઇ પૂછો.

શબ્દો ખાલી લખવા ખાતર કાગળમાં  નઇ.,
શબ્દો કેવા મીઠા ડોબા ને    જઇ પૂછો.

આઝાદી છે જ્યાં ને ત્યાં ફાફે મરવા  .નઇ ,.
ખુલ્લા નભની મોટાઈ ગોલા ને   જઇ પૂછો.

અજવાળાની ઊર્જા ખાલી વેડફવી   નઇ ,.
ઊજાસ કેવો મીઠો અંધા ને  જઇ પૂછો.

ડૉ.સત્યમ બારોટ
મોટાકોઠાસણા પ્રા.શાળા
તા . સતલાસણા
જિ . મહેસાણા38 43 30
૯૯૦૪૬. ૧૨૫૧૭

Sunday, 26 November 2017

ગઝલ

ગઝલ – આવડી જાય છે.

નાળથી જે કપાઈ લડી જાય  છે ;
શ્વાસ લેતા પછી આવડી જાય છે .

સાથ તું હોય  છે એટલે  આ  પવન ;
ભીંતની પીઠને  થાબડી  જાય છે .

બાળપણ જાળવી ના શકાયું  કદી ;
બહાર ખોવાય ભીતર જડી જાય છે.

લક્ષ્મી દ્વારે ઉભી , મોં ન ધોવા જતાં ;
કાળની શુભ મંગળ  ઘડી   જાય  છે.

ફૂલ ઝાકળ    સરીખો  અનુબંધ  છે ;
કે  મળો  ત્યાં તો  છુટા પડી જાય  છે .

દિલીપ વી ઘાસવાલા