વગડે પહાડો ટોચથી ઝરણા વહાવતા,
વાદળ ઝરીને શબનમી મોતી ચઢાવતા.
શીતળ હવાઓ કૈફની મસ્તી પ્રસારતી,
રંગો ફઝાના બાગની સૂરત નીખારતા.
મોસમ વસંતી ફાગણે ફુલો સમજાવતી,
મીઠા ટહુકા ઝાડવે ગુંજન ગજાવતા.
શાખો.લચેલી ફુલમાં હસતી નઝાકતો,
ભીગી.ધરાને રેશમી ચાદર ચઢાવતા.
રંગત ચમનની આંગણે જન્નત ઉતારતી,
વાતાવરણને પોષતા તત્વો મઠારતા.
મનથી વરેલા આશકી હૈયે હરખ ધરી,
રંગો ધરેલા મંજરો જાદુ જગાવતા.
માસૂમ ધરાએ ફૈલતા વાયુ પ્રદુષણે,
પ્રસરી રહેલા વિષનું મારણ વિચારતા.
માસૂમ
No comments:
Post a Comment