Sunday, 2 October 2016

ગઝલ

રાજનેતા આજ આવ્યા ભેસમાં,
સૌ ફરે છે ગાંધી ના ગણવેશમાં.

રેલી કાઢી છે નગરમાં આપની,
શું લખું બોલો તમારા સંદેશમાં?

ગાંધી ઉતરો રાજનીતીમા તમે,
સત્ય શોઘું ભાષણોના દેશમાં.

ચેતવું છું, સાવધાની રાખજો,
ચલણી નોટો ના ફસાવે કેસમાં.

આપનો ફોટો ફરે લટકાવી ખભે,
બાપુ, બહુ રૂપાળા લાગો ખેસમાં.

   પ્રશાંત સોમાણી

No comments:

Post a Comment