##દીવાલ છે##
મારા ને તારા મધ્યમાં અદ્રશ્ય અહી દીવાલ છે,
સદનો જ ભળ્યા માટીમાં ; માત્ર રહી દીવાલ છે.
ખોટી વાતોનાં ડુંગર, શકના તરુ જોવાય છે,
વિશ્વાસ અવિશ્વાસ તણી આ ઊભી દીવાલ છે.
છોડ સમાન બની જ ગયો હું ; મારા મનથી હવે,
પ્રકૃતિ મહી ભળવું છે; તેની ખૂલ્લી દિવાલ છે.
ખળ ખળ જળ જેવું કંઇક રોજ વહે મારા દિલે,
ઉભય વચ્ચે આતો જો;
સ્નેહ જળ તણી દીવાલ છે
પ્રીત તણા ગુલ ની ન મહેક જ સમજી સોનલ જરા,
'મિત' થૈ ને તે તો શંકાની જ ચણી દીવાલ છે.
-સંદીપ ભાટીયા
No comments:
Post a Comment