Tuesday, 13 December 2016

ગઝલ

મહોબ્બતના જખમને ક્યાંય દર્શાવી નથી શકતો;
અને એની જલન દિલમાં ય હું વાવી નથી શકતો.

કથાના એક સુંદર પાના પર આવી ગયો છું હું;
એ સળગાવી નથી શકતો કે પલટાવી નથી શકતો.

મળી છે ઓઢવા માટે ય એક ચાદર મને કાંણી;
અને મરજી મુજબ હું પગને લંબાવી નથી શકતો.

હવે તો ખાલીપાની ટેવ એવી થઈ ગઈ મુજને;
મળે છે દોસ્ત ઘરમાં તો ય ચોંકાવી નથી શકતો.

ભલે પાણીની પહેલા પાળ બાંધુ તો ય શું 'પ્રત્યક્ષ';
હું અશ્રુઓને આંખોમાં ય દફનાવી નથી શકતો.

રવિ દવે 'પ્રત્યક્ષ'

No comments:

Post a Comment