Monday, 26 December 2016

गझल

💐Happy birthday 💐
💐Kayam Ali hazari saheb💐

ઉત્સવ આંસુ, સપનાં ડૂમો; આદમ ઈવનું પહેલું ચુંબન!
આદમિયતનો છે તરજુમો; આદમ ઈવનું પહેલું ચુંબન!

નભ થલ વાયુ જલ અગ્નિના; પંચ પ્રસવના નાદ પછીની-
ઈશ્વરિયતની અંતિમ બૂમો,  આદમ ઈવનું પહેલું ચુંબન!

એક ઈશિતા ફૂંક  પછીની  જિજ્ઞાસા  ને  ઈપ્સઓનો,
પહેલો અગ્નિ, પહેલો ધૂમો; આદમ ઈવનું પહેલું ચુંબન!

કંઈક અલૌકિક અવતારો ને કંઈક પરમ પદ બુધ્ધ-ફકીરો,
માટીમાંથી  મોતી લૂમો!  આદમ ઈવનું પહેલું ચુંબન!

 નિજ દર્પણમાં ઝાંકી જોજો બિંબો સરખાં મળશે કાયમ,
તારુંમારું ને  સૌનું મોં,  આદમ ઈવનું પહેલું ચુંબન!

કાયમ હઝારી

     

No comments:

Post a Comment