Tuesday, 13 December 2016

ગઝલ

ઘણીવાર એકાંત એવું મળી જાય,
ને મારાપણું  પણ પછી ઓગળી જાય.

કદમ એના જે મારગે જાય એ માર્ગ,
ભલે સાવ સીધો હો તો પણ વળી જાય.

અરીસાની આંખોમાં આંખો ધરીને,
ખબર નહિ મને કોણ મુજથી છળી જાય.

મહોબતનો દસ્તૂર કાયમ રહ્યો છે,
પતંગા દિપક પર હમેશાં બળી જાય.

મને દોસ્ત એવા મળ્યા છે  શિવમ અહીં,
હ્રદયના બધા ભાવ એમ જ કળી જાય.
-શિવમ રાજપુત

No comments:

Post a Comment