Tuesday, 20 December 2016

अछांदस

એક વૃક્ષ કપાય છે ત્યારે.....
-----------------------------------
એક વૃક્ષ કપાય છે ત્યારે,
સાથે સાથે ઘણું
બધું કપાય છે,...
પ્રથમ પલ્લવિત થયેલ અંકુર થી
પાનખરમાં ખરતાં પણોૅ
જેવું ઘણું બધું.
       એક વૃક્ષ કપાય છે ત્યારે,
        સાથે સાથે ઘણું
        બધું કપાય છે....
પંખીઓ નાં ટહુકા
અને કલરવ,
ઇંડા માં થી
તાજા જન્મેલાં
ને માળામાં મોં ફાડીને
બેઠેલ બચ્ચાઓ,
ને એ બચ્ચાઓ માટે
દૂરથી ચાંચમાં લાવેલ
અન્નનાં દાણા સાથે
માૅં નું વ્હાલ,
જેવું ઘણું બધું...
    એક વૃક્ષ કપાય છે ત્યારેે
    સાથે સાથે ઘણું
    બધું કપાય છે,...
વસંતે મ્હોરેલ મોર,
ગ્રીષ્મમાં વૃક્ષોને
સુશોભિત કરતાં
ફૂલો ની ફેલાતી સુગંધ,
અને પોતાના વજનથી
ડાળીઓને ઝૂકવતાં ફળો,
જેવું ઘણું બધું...
    એક વૃક્ષ કપાય છે ત્યારે,
    સાથે સાથે ઘણું
    બધું કપાય છે,...
વૃક્ષને રોપનારની
" લાગણીઓ ",
ધોમધખતા ઉનાળે
વૃક્ષનાં છાંયામાં
બેસનારની " હાશ ",
ને વૃક્ષમાંથી જ બનેલ
વૃક્ષને કાપવા માટે
બનાવેલ કુહાડીનાં
હાથાની " આહ ",
જેવું ઘણું બધું...
           એક વૃક્ષ કપાય છે
           ત્યારે સાથે સાથે
           ઘણું બધું કપાય છે,...
    ----  મુકેશ મણિયાર.
સર....અછાંદસ રચના રજૂ કરું છું,
ભૂલચૂક હોય તો માફ કરશો- ધ્યાન પણ દોરશોજી.

No comments:

Post a Comment