રૂપ ના આ વાયરા તો વાય છે
વાહ ! સુંદરતા બધે છલકાય છે,
રૂપ રંગે ચાંદ જેવી લાગતી,
રોજ તું શું ચાંદનીમાં ન્હાય છે
ફૂલ થૈ સુંવાસ વેરે તું અહીં,
બાગમાં લોકો જ તો અટવાય છે!
સાંભળે ગીતો ય શું ઘોંઘાટ માં?
મૌન તારું મધુર ગીતો ગાય છે.
સ્વર્ગ ધરતી પર જ છે આવી ગયું.
દેવતા તો સ્વર્ગમાં ગોવાય છે
એક વાર જ શબ્દ ઘા તો મારતા!
રાહ આજે મોત ની જોવાય છે!
રાહમાં પથ્થરો થૈ ને નડે,
ઠોકરે નામ તુજ બોલાય છે.
કાલ સાંજે મળી એ રાહમાં,
જોયુ ! રસ્તોજ તો લંબાય છે.
મોટ બાદ મેં જાણ્યું ; રણે,
ઝાંઝવા પ્યાસ સભરજ હોય છે.
અંધકારે તો સદા 'સંદીપ' છે,
બંધ આંખે તું જ તો દેખાય છે.
-સંદીપ ભાટીયા
No comments:
Post a Comment