રાષ્ટ્ર ભક્તિ ગીત
ભારત માતા તારો ત્રિરંગો સદાય લહેરાતો રહે,
વિશ્વ આખા માં તારૂં
ગુણગાન ગવાતું રહે.
ભારત માતા--------
ભવ્ય ભુતકાળની તારી ગરિમા હંમેશા ગવાય છે,
ઉજ્જવળ કરશું ભવિષ્ય પ્રતિજ્ઞા આમારી છે
ભારત માતા.
ત્રિરંગા ના ત્રણ રંગ નો સંદેશો અનુપમ છે,
શાંતિ સમૃદ્ધિ ને શુરવીરતા કહે તારી ભાષા છે.
ભારત માતા. ------
બુલંદ હિમાલય કરે શુરક્ષા
દરિયો પગ પખાડે છે.
તુ સૌંદર્યનો અપાર ખજાનો ઓઢેલ લીલી ચુંદળી છે.
ભારત માતા. -----
બાળક અમે સૌ તારાં કરીએ નિત્ય ગુણગાન,
જરુર પડે જાન આપી રાખીએ ઉંચી શાન .
ભારત માતા. -------
દિલીપ ઠકકર.
આદિપુર
No comments:
Post a Comment