Wednesday, 19 April 2017

અછાંદસ

ખોડાઈ જાઉં કાયમ ઉંબરે
નિર્ધારિત સમય પહેલા જ, ને
રોજ એ જ આતુરતા એ કરું એના આવવાનો ઈન્તેજાર
ને જોતા જ દોટ મુકી

મારી માસૂમ,નિર્દોષ
૭ વર્ષની દીકરીની પીઠે થી
ઉતાવળે ઊંચકીને ઉતારી લઉં મણ એક ના ભણતરનો ભાર
ને તરત જ થઇ જાય એ હળવીફુલ

પણ...
થોડી જ ક્ષણો માં હું જ થઇ જાઉં ભારે ને દટાઈ જાઉં
એ વિચારોના બોજ તળે કે...
આવતીકાલે એ જતી રહેશે સાસરીયે ને
આવશે પિયરે રોકવા જયારે ચાર દિવસ
ત્યારે...
તેની પીઠ પર લદાયેલો દુનીયાદારીનો ભાર
હું કઈ રીતે ઉતારીશ. ???

#Kavydrishty

-વિજય રાવલ

No comments:

Post a Comment