Wednesday, 19 April 2017

ગઝલ

અપસેટ છું

યાદ તારી  આવે  ને  upset છું
આમ તો જો કે બહું  perfect છું !

વાંચવી હો તો નથી  હું  ચોપડી
ખોલ computer હું internet છું !

એ ન વીતી જાય એનું ધ્યાન  દે
મેં  તને  દીધેલી  કોઈ date છું !

ઢળતી સંધ્યા એજ તું હાજર નથી
આવ ને તું જો  કે  હું sunset છું !

તું મને મળતો નથી  હમણાં બહુ
તારી  સાથેનું  હું કેવળ chat છું !

                પારુલ વાળા

No comments:

Post a Comment