Sunday, 14 May 2017

ગીત

ગીત:

આવ્યો આવ્યો મને તારો અણસાર કાન્હા
આવ્યો રે આવ્યો મને તારો અણસાર રે

હરખના એ હાસ્યમાં 
વિરહના એ આંસુમાં
એક એક ભાવમાં
આવ્યો મને તારો અણસાર.

એકએક ગોપી સંગે
રાસ રચાવીયોને
ચંદ્રના અજવાળે
આવ્યો મને તારો અણસાર.

યમુના કિનારે વ્હાલો
ગેડી દડે રમતોને
હરએક સખામાં
આવ્યો મને તારો અણસાર.

મહિળા વલોવુને
માખણિયા ઉતારું
વલોણાના ઘમકારે
આવ્યો મને તારો અણસાર.

કુંજ ગલીએ વ્હાલો
વાંસળી વગાડેને
એક એક સૂરમાં
આવ્યો મને તારો અણસાર.

લાડકો યશોદાનો તું
રાધાજીનો પ્યારો છે
મીરાના ભજનમાં
આવ્યો મને તારો અણસાર.

ભક્તિ નું ભાથું મારે
ભરવુ છે ભવ ભવનું ને
મારા હૃદયના આવાસે
આવ્યો મને તારો અણસાર.

કાજલ કાંજિયા 'ફિઝા'
14/12/2016

No comments:

Post a Comment