Wednesday, 10 May 2017

ગીત

હાસ્ય કવિતા

વગર કંકોતરીએ નોતરે બિમારી નવીનવી,
ને પછી દવાઓ ખાય રોજ નવીનવી .
                  આ શહેરની છોકરી
                   હા શહેરની છોકરી
રસોઈ બનાવવામાં આવે એને જોર,
લારી-ગલ્લાનું ખાઈ ખાઈ થૈ ગઈ ગોળ,            
                  આ શહેરની છોકરી
                  હા શહેરની છોકરી.
બર્ગર પીઝા જોઈ જીવ લલચાઈ ,
એક્સટ્રા ચીઝ નંખાવી એ ભરપેટ ખાઈ.
                  આ શહેરની છોકરી
                  હા શહેર ની છોકરી
કામવાળી કામ કરી જાય,
પોતે પલંગમાં આડીઅવળી થાય,
                 આ શહેરની છોકરી
                 હા શહેરની છોકરી
પછી જીમમાં બોડી ઉતારવા જાય,
તો પણ ઉતારી ના શકે પાંચીયાભાર
                 આ શહેરની છોકરી
                  હા શહેરની છોકરી
પિકનિક ,પાર્ટી જવામાં જરાય ના શરમાય,
કોઈ ટોકે તો મોઢું મચકોડતી જાય
                  આ શહેરની છોકરી
                  હા શહેરની છોકરી
રાતભર કરે ઉજાગરાને સવારે ઊઠે મોડીમોડી,
કમ્મરના થઈ ગયા કમરા તોય આળસ ના છોડે
                  આ શહેરની છોકરી
                   હા શહેરની છોકરી

કાજલ કાંજિયા 'ફિઝા'

No comments:

Post a Comment