Wednesday, 10 May 2017

ગઝલ

ક્યાં મળે છે? હું ગયો'તો ઘર સુધી,
માનવી તો વ્યસ્ત છે મકબર સુધી.

જાત માટે કોઈને ક્યા છે સમય,
કેમ આવે કોઈ તારા દર સુધી?

રણ સમંદર એક માની ગઈ શમી,
કેમ પહોંચે એ નદી સાગર સુધી?

હુંય થઈ ગ્યો વ્યસ્ત નહીંતર તો કદી,
મંદિરોમાં બેસતો ઝાલર સુધી.

-મયુર કોલડિયા

No comments:

Post a Comment