Saturday, 6 May 2017

ગઝલ

ને સમયનો પડકાર બદલી જાય છે,
આગળ જતાં અણસાર બદલી જાય છે!

જોમે ભરેલી હો જીંદગી  શું  જોઈએ?
હિંમત ભર્યો લલકાર બદલી જાય છે!

આ ટાંકણું ને લે  હથોડી  હાથમાં
કેવો પછી  આકાર  બદલી જાય છે!

એકરસતા હોવી ઘટે  જીવનમહીં ,
જીવન તણો વિસ્તાર બદલી જાય છે!

કેવું તને છે જીવવું?  પોતે  સમજ,
ચપટીકમાં  સરકાર બદલી જાય છે!

હો ગ્રહદશા  માઠી, ભમાવે,  કાળ શી
બુધ્ધિય  પાણીદાર બદલી જાય છે!

-------------હેમા ઠક્કર "મસ્ત" ---------6-5-17

No comments:

Post a Comment