ગઝલ - બાળક બનાવી દે
લગાગાગા લગાગાગા
થયો ચાંદો સજાવી દે,
ગગનને તું બતાવી દે.
હશે જો કોઈ આંખોમાં,
મને એમજ સતાવી દે.
કર્યા છે પાપ ઈશ્વર મેં,
બધી ભૂલો હટાવી દે.
અરે ! શાને તમે આવ્યાં,
વત્તા-ઓછા કરાવી દે.
રહી ગઇ યાદ ખોળામાં,
મને બાળક બનાવી દે.
સતત બસ હું તને ભજુ છું,
દયા કે પ્રેમ લાવી દે.
નવા શબ્દો,નવી વાતો,
જવાબ નવો બતાવી દે.
નથી ઘર તો "રહીશ"ક્યાં,
દિલોમાં બસ વસાવી દે.
Deepak Solanki Rahish
#Rahish
#રહીશ
No comments:
Post a Comment