ફરતી હતી
ગાગાલગા ગાગાલગા
આંખો મહીં ચડતી હતી,
યાદો હવે નડતી હતી.
આજે કબર પણ એમની,
મારી વગર રડતી હતી.
હું પણ કહું બે શબ્દ તો;
માથે તરત ચડતી હતી.
પાછળ તમે છો,ધ્યાનથી,
આગળ કબર બનતી હતી.
કાગળ,કલમ,વિચાર પણ
સાથે ગઝલ બનતી હતી
ધડ ક્યાં હશે,રણમાં હવે,
તલવાર બસ લડતી હતી.
ફૂલો નવા ઉગ્યા હશે,
એ બાગમાં ફરતી હતી.
આજે "રહીશ"તમ વગર,
'પ્રિત આગમાં ઝરતી હતી.
Deepak Solanki Rahish
No comments:
Post a Comment