બંધ બારણાની એક વાત જાહેર થઇ છે
દીવાલોને હોય કાન વાત સમજાતી થઇ છે.
ખબર છે હવે પ્રીત થઇ છે
કસોટીની એક નવી કગાર ઉભી થઇ છે.
મશહૂર થવાની ક્યાં વાત થઇ છે?
પણ દીવાલે ફૂંકેલી એક વાત વાયરે વહેતી થઇ છે.
બારીએ બારીએ પડદા કરાવ્યે વળશે ના કશું
હૈયે ઊર્મિઓ જયારે ઉછળતી થઇ છે.
બાંધી કદી બંધાણી નથી આ વાતું
પ્રીત હવે પાલવથી સરકતી થઇ છે.
આમ તો જણાવું નથી જગને "નીલ"
છતાં કહેવું જગજાહેર હા! પ્રીત થઇ છે....
આ દલડાને પણ જાણે! કમાલની અસર થઇ છે!
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
Saturday, 6 May 2017
અછાંદસ
Labels:
નિલેશ બગથરિયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment