Tuesday, 27 June 2017

સાઈજીકી

પાંચ ચંદ્ર સાઈજીકી

(અંગત અનુભવોનું રૂપકાત્મક વર્ણન)

૧ :
ચંદ્ર સળગતો
જોયો પ્હાડે
રાતે:
સૂર્ય શીતળ પ્રકાશે!

૨ :
બરફીલો ચંદ્ર
પ્હાડ પર
ટોચે:
કેડીઓ તો લપસણી!

૩ :
પૂર્ણ અમાવાસ્ય:
ચંદ્ર ગૂમ
થયો
અગણિત તારાઓમાં!

૪ :
ચંદ્ર બટકેલો
લટકેલો
પ્હાડે:
શોધવાનો ખાઈઓમાં!

૫ :
સૂરજ સળગે:
ચંદ્ર ટાઢો
બોળ!
એજ લીલા દિનરાત!

- હરિહર શુક્લ
  ૧૭-૦૬-૨૦૧૭

No comments:

Post a Comment