હાથ માથી ગ્લાસ છૂટી જાય છે
રાત આખી એમ વિતી જાય છે
મૌન રાખી છે છતા આ લાગણી
કોણ જાણે કોણ વાંચી જાય છે
જીંદગીનું ફૂલ ખીલે ને પછી
જીવતર આખું મહેકી જાય છે
જેમ ચડતો જાય છે આ નશો
તેમ સઘળા દુ:ખ ભૂલી જાય છે
કેમ લાગે દિલ માંરૂ પ્રેમમા
વેદનાઓ થી જ ભાંગી જાય છે
સતીષ નાકરાણી
No comments:
Post a Comment