Wednesday, 28 June 2017

ગઝલ

તરહી

ખાલી ખાલી અવસર આવ્યા,
રઝળીને પાછા  ઘર આવ્યા.

પુણ્યો  માટે મંદિર  આવ્યા,
પાપ કરી પાછા ઘર આવ્યા.

રાહ અમે  જોઈ જીવનભર,
સાજન મળવા પળભર આવ્યા.

ખાલી ખૂણો  મારા  ઘરનો,
યાદ તમે સચરાચર આવ્યા.

ખોટી વાતો અફવા થઈને,
સાચા હાથે પથ્થર આવ્યા.

ચાંદો,સૂરજ,તારા  જાગ્યા,
બારી ખોલી અંબર આવ્યા.

તુરબતની શોભા કાજે લ્યો,
પથ્થર સંગેમરમર  આવ્યા.

-આભાસ

No comments:

Post a Comment