Tuesday, 27 June 2017

ગઝલ

માથે પડેલા બોજને ટાળી શકો નહીં,
હાંફે ચડેલી સાંસમાં ચાલી શકો નહીં.

ચાલો ચલીને જીવવા માનસ ધરાવતા,
માનવ થવાની ઘેલછા માની શકો નહી.

કોરણ ચડેલી ધુળની ડમરી ફરી રહી,
ચલતી હવાના જોરને નાથી શકો નહીં.

ફોગટ સલાહો આપતા નવરા ઘણા મળે,
ભીતર પડેલા ગુણને ખાળી શકો નહીં.

ઘરડી થયેલી સોચની દીક્ષા ભલે ધરો,
નવલી પ્રયોગી પ્રેરણા પામી શકો નહીં.

માસૂમ વધેલા ખારમાં હસ્તી લડી રહી,
ભાવો ભરેલી હામને ઠારી શકો નહીં.

               માસુમ મોડાસવી

No comments:

Post a Comment