Tuesday, 27 June 2017

ગઝલ

તા. શ25/6/2017 ના રોજ ગાંધીનગર ખાતે તોફાની તાંડવ પરિવાર આયોજિત કવિ સંમેલનમાં મેં કરેલ કાવ્ય પઠન

કાન દુઃખે ને આંખથી રડી જવાય છે
કાનથી કદી પણ ક્યાં રડી શકાય છે?

ચાંદ અને સુરજ આમ તો છે સામે
આપણાથી પણ ક્યાં અડી શકાય છે?

આંસુ ઓથી કેવું છે અંતર ભર્યું
જો ને છતાં પણ ક્યાં રડી શકાય છે?

સાથે રહે અને જુવો કેવું છેતરે
આ મન ને પણ ક્યાં કળી શકાય છે?

અશ્ચ ઈચ્છાઓ તણા કેવા ઉછળે
તોય ખીલે પણ ક્યાં જડી શકાય છે?

જીવવું તો બધા ને છે ટોપ પર જ
છતાં બધાથી પણ ક્યાં ચડી શકાય છે?

પડે છે બંધ આંખે "સતીષ" સૌ અહીં
બાકી તો પ્રેમમાં પણ ક્યાં પડી શકાય છે?

                        - સતીષ સખીયા

No comments:

Post a Comment