શું કરૂં વરસાદને આ બોલ તું ?
શું કહું તલસાટને આ બોલ તું ?
એકલી મૂકી ગયો છે તું મને ,
શું કરૂં વનવાસને આ બોલ તું ?
ક્યારનું અકળાય મન કારણ વિના ,
રાખુ ક્યાં રઘવાટને આ બોલ તું ?
એક કારણ આપ આજે તું મને ,
કેમ માનું વાતને આ બોલ તું ?
બાગમાં લાખો ફુલો 'જશ' છે ખિલ્યા ,
શું કરૂં પમરાટને આ બોલ તું ?
જશુ પટેલ
૨૪-૦૬-૨૦૧૭
બોસ્ટન , અમેરીકા
ગાલગાગા ગાલગાગા ગાલગા
No comments:
Post a Comment