કબાટ મારુ સાફ કરતા,
હાથ લાગ્યો આજ અણમોલ ખજાનો.
આજ ના મોબાઈલ યુગ ને,
નહીં સમજાય એનુ મુલ્ય એ ખજાનો.
પ્રિય! આપણા વચ્ચે થયેલ,
પત્રવ્યવહાર રુપી ખજાનો.
એ પત્રો માં તારી છાપ, સુગંધ, ઉષ્મા,
ઉભરતી ને વિરહ ના અશ્રુઓ રેલાતા એ ખજાનો.
એક એક પત્ર વારંવાર વંચાતો,રાતો ની રાતો છાતી સરખો ચંપાતો,
ને અઢળક ચુંબનો થી નાહતો એ ખજાનો.
સવાર ના ટપાલી ના આગમને,
રોજ આશા બંધાતી- તુટતી ,
તારો પત્ર ને ભાઈ -બ્હેન ની ધમાચકડી એ ખજાનો.
તને લખ્યા પત્રો અનેક ને સાચવ્યા,
જીવન ની મોંઘેરી જણસ જેમ એ ખજાનો.
આજ પણ વાંચતા એજ રોમાંચ,
એજ દ્રશ્યો ચલચિત્ર જેમ નજર આવે મારો અમુલ્ય એવો ખજાનો.
કાજલ
-કિરણ પિયુષ શાહ.
પ્રેમ મારોને તારો શબ્દોમાં કેમ કરી દર્શાવું?
સ્નેહ ભીના હુંફાળા શબ્દો કયાંથી લાવું?
કાગળને પેન મારા અધીરાયે થયા,
એમાં હવે લાગણીનો ધોધ કેમ વહેવાવું?
ટહુકાંતો તારા સાંભળ્યા કરે મનડું મારું ,
પણ આ કળાયેલ મોરની કળા કેમ ચિતરાવું?
અઢળક યાદો આંખ્યુંએ પૂર બની વહી રહી,
યાદો પર પાંપણનો બંધ કઈ રીતે બંધાવું?
જિંદગીનું ચક્ર તારી જ આસપાસ ફરતું રાખ્યું
મે ગુંથ્યો તને એ શ્ર્વાસોની ગણતરી કરાવું ?
હાથમાં હાથ લઈ ચાલ્યાં તેજ જીવનની ક્ષણો વ્હાલી,
પગલાંની છાપ હૈયે છપાઈ , એ છાપ કેમ મિટાવું?
કાજલ દિલના દરવાજે પહેરો તે બેસાડયો..
વાલમને નજરોની સામે કેમ કરી સાચવું ?
કાજલ
કિરણ પિયુષ શાહ
28/06/17
No comments:
Post a Comment