Sunday, 18 June 2017

ગઝલ

ટેરવે જે વ્હાલ રાખે, તે પામે દીકરી,
પાંપણે મશાલ રાખે, તે પામે દીકરી.

હસ્તે મુખે ઘરનું ચોમાસું સોંપીને પછી,
ખીસ્સે જે રૂમાલ રાખે, તે પામે દીકરી.

આગઝરતુ સુર્યનુ ફુલ એ સાફે બાંધે ને,
ચંદ્રને જે ભાલ રાખે રાખે, તે પામે દીકરી.

કાળની થપાટ, ઠોકર નસીબની સહી,
ગાલને જે લાલ રાખે, તે પામે દીકરી.

એક એક આંસુ  લુછીને, ખુશી આપવા,
પગલે પગલે ખ્યાલ રાખે, તે પામે દીકરી.

આરતી અજાન ભુલીને અક્ષરે અઢી,
ફળિયું ઘરનું ન્યાલ રાખે, તે પામે દીકરી.

શૈલેષ પંડ્યા

No comments:

Post a Comment