અર્થ કાયમના ઠગારા હોય છે ,
જ્યાં ઉપરછલ્લા ઠઠારા હોય છે .
શબ્દને ઘૂંટ્યા પછી કેવો ખીલે !
સો દીશાઓમાં પથારા હોય છે .
મૌન રહીને આપ-લે કીધી હતી,
એ વચનને પાળનારા હોય છે !
હાથ માગીને લીધો હો, ને પછી -
હસ્તરેખા ભૂંસનારા હોય છે !
હું, તમે ને હો હ્યદયની ખેવના ,
ક્યાં પછી સરહદ.. કિનારા હોય છે ?!
નેહા પુરોહિત
No comments:
Post a Comment