Tuesday, 8 August 2017

અછાંદસ

ઝાંખો ઝાંખો દીવો હજી બળે છે
પણ હિસાબ કર્મોનો ક્યાં જડે છે?
બાંધ્યા પોટલાં ઘણા ઘણા
હવે ક્યાં એકેય ખુલ્યા ખુલે છે?
ભાર વેઠી શકાશે નહિ છતાં ખડકવું
પણ હવે ઢસડાતા પગો ક્યાં મળે છે?
યેન કેન પ્રકારે અઢળક ભેગું થયું
પણ હવે ઉપાડે ચપટીક એવું બળ ક્યાં મળે છે?
ખુલ્લી કિતાબ જેવું જીવાયું નહિ
ને પછી એકાદ પાનુંય ખુલ્લું ગોત્યું ક્યાં મળે છે?
જિંદગીએ આમ તો ઘણું શીખવ્યું વારે વારે
પણ "નીલ" ઠોઠ નિશાળીયો મુજ સમ  શોધ્યો ક્યાં મળે છે??
     રચના: નિલેશ બગથરીયા
                  "નીલ"

No comments:

Post a Comment