Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
આ નયનમાં તું હોય છે, ને સપનમાં તું હોય છે.
વાત તારી જ્યાં નીકળે, ત્યાં વચનમાં તું હોય છે.
શ્વાસ બેઠા છે હાંફતા, પણ વહનમાં તું હોય છે.
જો કરું હું ઊંચી નજર, તો ગગનમાં તું હોય છે.
હું 'કજલ'ની વાંચું ગઝલ, ને પઠનમાં તું હોય છે.
કશ્યપ લંગાળિયા "કજલ"
No comments:
Post a Comment