Tuesday, 20 March 2018

ગઝલ

કવિતા ■  લખું છું

તને   મળ્યાની   સવાર   લખું  છું
શ્વાસમાં ખેંચેલ ખુમાર   લખું  છું
ઝરમર   વરસતો   હતો  વરસાદ
કૂંપળોનો નવો  નિખાર   લખું  છું
સુસવાટા   કરતો   હતો    સમીર
ભીંજાયેલ માટીની મહેર લખું  છું
આસપાસ   ઉડ્યાં'તા   પતંગિયા
ફૂલોની  રંગીન   બહાર   લખું  છું
કૈંક સ્મરણો  સાંભરે  "સાવરીયા"
લાગણીની લાંબી કતાર  લખું  છું

     -   મહેશ "સાવરીયા"

No comments:

Post a Comment