આપદાઓ આભમાંથી ક્યાં પડી છે,
એ બધી તો પૃથ્વી ઉપરથી જડી છે.
માર્ગ પહોળા થઈ ગયા છે શહેરભરના,
આપણી શેરી હજી પણ સાંકડી છે.
પૂછ લોહીઝાણ મારી જાતરાને,
ઠોકરો કોની અને કેવી નડી છે.
ચોતરફ વરસાદ અનરાધાર વરસે,
વીજળી જ્યારે પડી અહીંયા પડી છે.
વાયરો ફૂંકાય છે વરવી પ્રથાનો,
જાતને સંભાળવા જેવી ઘડી છે.
-- હરજીવન દાફડા
No comments:
Post a Comment