Tuesday, 20 March 2018

ગઝલ

જિંદગીથી એ હજી હારી નથી,
મનની ઈચ્છાને કદી મારી નથી.

લાગણીઓ છે ઘણી મારા ઉપર,
લાગણી એની મેં ગણકારી નથી.

વાત માને સૌની આજે પણ બધી,
છે એ શાણી પણ એ અલગારી નથી.

આમ તો મિત્રો છે મારાયે ઘણા,
પણ બધામાં તો વફાદારી નથી.

દુઃખ આપ્યું જેમણે મા બાપને,
એમની આજે દશા સારી નથી.

છે મગજમારી મગજની આ બધી,
આ હૃદયની કો' મગજમારી નથી.

ગીત લખ 'ધબકાર' ગાવામાં ન પડ,
ગીત ગાવામાં સમજદારી નથી.

-ઉમેશ તામસે 'ધબકાર'
   વ્યારા (તાપી)

No comments:

Post a Comment