Thursday, 22 March 2018

ગીત

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

સહજ સહજમાં

સહજ સહજમાં થરથર થાતું અંધારું અકળાય પછી ઝળહળ અજવાળું રેલાય.

રટણા જાગી ભમણા છટકી ભાંગી કડડડ ભૂસ દઈને.
ખૂલી બારી પડદા ખોલે રંગ રંગના રેલાનો સહવાસ લઈને.
ચકમક તણખે કપાસ ડીંડલું આગ ધખારે નીજ ઘરમાં વહી જાય.
સહજ સહજમાં...

કાને પડતા અશ્વ ડાબલાં અવસરને પંપાળી પોંખે.
બારસાંખ પર તોરણિયાની લ્હેરું પાંપણ ઢળતી ભીના ગોખે.
અઢળક વરસી ઝરમર ધીંગી ધારા હોય બધુ તે સઘળું છૂટી જાય.
સહજ સહજમાં થરથર છૂટી...

ભરતી ચડતી મોજ મજેરી હૂલૂલૂલૂ હીચક ઝૂલણિયું  અંતરમાં,
જામેલ જંગ જીતવું જળાલંબે હળહળતાં હવળિયાં જંતરમાં.
શબ્દે શબ્દે પૂર્યા છીંડાં શબ્દ ખડગ લઈ કાગળિયા હરખાય.
સહજ સહજમાં થરથર છૂટી....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

No comments:

Post a Comment