_એ સરોવર તો છે ને કમળ પણ નથી,_
_બીજું આશ્ચર્ય એ છે વમળ પણ નથી._
_આપ ઈચ્છાને ખોદી શકો પણ નહીં,_
_ખોદવા જાઓ તો એને તળ પણ નથી._
_દૂર સૌથી એ બેસી રહ્યાં છે ને મૂંગા?_
_એટલાં ઊંડા છે કે સરળ પણ નથી._
_ક્હો,બીજી કોઈ વ્યાખ્યા તમે જળ વિષે,_
_આંખથી જે વહે છે એ જળ પણ નથી._
_આ જગાએ તમે યાદ આવ્યા મને,_
_આ જગાથી રૂડું કોઈ સ્થળ પણ નથી._
*_ભરત ભટ્ટ_*
No comments:
Post a Comment