Tuesday, 20 March 2018

ગઝલ

સહિયારી ગઝલ.....

પ્રેમ કરવામાં સમજદારી નથી,
પ્રેમની વાતો બધી પ્યારી નથી.

પ્રેમ તો છે એક દરિયો આગનો,
આગથી યારી કદી સારી નથી.

ત્રાજવે જોખીને જોયું છે અમે,
આંસુથી બીજું કશું ભારી નથી.

મનનો કિલ્લો એકદમ અકબંધ છે,
ક્યાંય કોઈ બારણું,બારી નથી.

કોઈ વેકેશન કદી મળતું નથી,
જિંદગીની જોબ સરકારી નથી.

શ્વાસ છોડો તોજ બસ જીવાય છે,
વાત સૌની છે, ફકત મારી નથી.

ડો.સુજ્ઞેષ પરમાર 'તન્હા'

No comments:

Post a Comment