૧
અર્થને સંવાદ છે એ તું જ છે.
શબ્દને પ્રતિસાદ છે એ તું જ છે.
વ્હાલને ફરિયાદ છે એ તું જ છે,.
પ્રેમનો એ સાદ છે એ તું જ છે.
આરતી,પૂજા,અજાણો ને બધું,.
દેવનો પરસાદ છે એ તું જ છે.
બોર,ભાજી,ઢેબરાં,માખણ,દહીં,.
ને નમકમાં સ્વાદ છે એ તું જ છે.
તું જ શ્વાસો શ્વાસ થઇ મ્હેકી ઉઠે,
બ્રહ્મ કેરો નાદ છે એ તું જ છે.
તું જ રાધા,ગોપ,ગોપી,બ્રહ્મ ને,
કાન્હ કેરી યાદ છે એ તું જ છે.
કામનો શૃંગાર માયા મોહ તું,.
પ્રેમની મરજાદ છે એ તું જ છે.
તું પડે દુષ્કાળ થઇ સુક્કો ભલે,.
રણ અને વરસાદ છે એ તું જ છે.
તું જ મારા શ્વાસ લોહીનો શબદ,
આ ગઝલની દાદ છે એ તું જ છે.
અંતને આરંભ તું દુનિયા તણો,.
અંતના એ બાદ છે એ તું જ છે.
૨
અર્થને સંવાદ છે એ તું જ છે.
શબ્દને પ્રતિસાદ છે એ તું જ છે.
વ્હાલને ફરિયાદ છે એ તું જ છે,.
પ્રેમનો એ સાદ છે એ તું જ છે.
આરતી,પૂજા,અઝાનો ને બધું,.
દેવનો પરસાદ છે એ તું જ છે.
બોર,ભાજી,ઢેબરાં,માખણ,દહીં,.
ને નમકમાં સ્વાદ છે એ તું જ છે.
તું જ શ્વાસો શ્વાસ થઇ મ્હેકી ઉઠે,
બ્રહ્મ કેરો નાદ છે એ તું જ છે.
તું જ રાધા,ગોપ,ગોપી,બ્રહ્મ ને,
કાન્હ કેરી યાદ છે એ તું જ છે.
કામનો શૃંગાર માયા મોહ તું,.
પ્રેમની મરજાદ છે એ તું જ છે.
તું પડે દુષ્કાળ થઇ સુક્કો ભલે,.
રણ અને વરસાદ છે એ તું જ છે.
તું જ મારા શ્વાસ લોહીનો શબદ,
આ ગઝલની દાદ છે એ તું જ છે.
અંતને આરંભ તું દુનિયા તણો,.
અંતના એ બાદ છે એ તું જ છે.
ડૉ.સત્યમબારોટ
No comments:
Post a Comment