Friday, 2 September 2016

શંકર થવા જેવું નથી !!

શંકર થવા જેવું નથી !!

માણસો મોટાં થયાં શંકર થવા જેવું નથી,
ઝેર પણ ખોટાં થયાં શંકર થવા જેવું નથી.

એટલામાં જો તમે સમજી  શકો તો ઠીક છે,
સાપ લિસોટા થયાં શંકર થવા જેવું નથી.

લાખ વાતે પણ એ કદી સમજે નહીં માને નહીં,
માણસો ફોટા થયાં શંકર થવા જેવું નથી.

એ હવાને કૈદમાં રાખીને પછી અફવા ઘડે,
જાવ, પરપોટા થયાં શંકર થવા જેવું નથી.

ઝંખના સૂરજમુખીની રાખતાં 'તા એ બધાં,
સાવ ગલગોટા થયાં શંકર થવા જેવું નથી.

#આલાપ
#CM_Sarkaar

No comments:

Post a Comment