Friday, 2 September 2016

અર્ચના

મેં પ્રથમ આ જાત ઓગાળી હતી*,
એક બીબામાં રાત આ ઢાળી હતી.

આવશે મારી ગલીમાં એ કદી,
આંખને એ મારગે વાળી હતી.

વાટ જોતી જાગતી હર મોસમે,
પાનખરની મ્હોરતી ડાળી હતી.

ભૂલવા ક્યાં દે કળી એ પ્યારની?
લાગણી જ્યારે બની માળી હતી.

આંખ આ ભીનાશને છૂપાવતી,
એકલી એ વેદના ખાળી હતી.

સાથ તારો જો રહેશે મોક્ષ લગ,
હૂંફ તારી ભીતરે  ભાળી હતી.

પામતી આવી તને ખુદમાં અહી,
એટલે તુજ શોધને ટાળી હતી.
અર્ચના��

No comments:

Post a Comment