Thursday, 1 September 2016

હું અને તું

સાત દરિયા પાર છીએ હું અને તું,
કોઈ કથા નો સાર છીએ હું અને તું.

હારવાની આ પળો તોયે અનોખી,
હાર ના માથે કાળ છીએ હું અને તું.

આજ તો તારે અનરાધાર થાવુ રહ્યું,
હાલ થોડું ધોધમાર છીએ હું અને તું.

સાવ પૂરી ના શકાયુ ખાલીપણું,
'હું' પણા નો ભાર છીએ હું અને તું.
             
                          ---- જનાર્દન દવે

No comments:

Post a Comment