Thursday, 1 September 2016

માશુકા

માશુકા

શ્વાસમાં છે સાચવેલી માશુકા,
આંખમાં છે લાડઘેલી માશુકા.

સ્મિત-આંસુ-લાગણી ને યાદમાં,
રોમરોમે સાંકળેલી માશુકા !!!

કોઈ પર વિશ્વાસ ક્યાં મુક્યો કદી ?
મેં કહી - મેં સાંભળેલી માશુકા.

એક બે ટહુકા અને હર આહમાં,
હર કદમ પર સાંભરેલી માશુકા.

જિંદગી નામે નદી છે દર્દની,
નાવ સુખની નાંગરેલી માશુકા.

ચિંતન મહેતા "આલાપ"

No comments:

Post a Comment