ચાલ દોસ્ત,
શહેરની વચ્ચે જઈને
એક આંબો વાવીએ,
થોડા સંસ્કારોના બી
સ્કૂલના કુંડાનું વાડોલિયું કરીએ
થોડું હૂંફનું પાણી તું પાજે
પ્રેમનું સિંચન હું કરીશ
આ ઇમારતનાં જંગલમાં
શાંતિનાં ફળની
કેરી ચાખીએ
એજ નિર્દોષ
મોંઘી માનવતાના દોરે
કર્મના હિંચકા પર
ઝુલી આવીએ
આ આધુનિકતાના
પથ્થર પર
સંસ્કૃતિ પાછી લાવીએ
ખુશીના તોરણથી
દેશ જગમગાવીએ.
ચાલને
-વિપુલ પટેલ "તોફાન"
No comments:
Post a Comment