Friday, 14 July 2017

ગઝલ

જત જણાવાનું તને કે તું બધું જાણે, સજન!
અલ્પ અક્ષર જોઈને ઓછું રખે આણે, સજન!

શબ્દનું તો પોત તારાથી અજાણ્યું ક્યાં હતું
છે જ એવા, અટકીને ઊભે ખરે ટાણે,  સજન!

શું લખાતું એની તો પૂરી ખબર અમને નથી
આ કલમ કંઈ આડીઅવળી લીટીઓ તાણે, સજન!

સાંજના કાગળ કલમને દોત લઈ બેઠા છિયે
ને હજી તો વાટ સંકોરી રહ્યા વા'ણે,  સજન!

કોઈ બીજાને કહું તો એ નકી હાંસી કરે
આ વીતક તારા વિના તો કોણ પરમાણે, સજન!
             રાજેન્દ્ર શુકલ

No comments:

Post a Comment