ઘણું લીધું, ઘણું દીધું, અમે તો મૌનમાં રહીને -
સકળ હોવાપણું પીધું, અમે તો મૌનમાં રહીને!
યુગોનો ભાર! હળવો ફૂલ જેવો થઇ ગયો પળમાં -
તમારું નામ જ્યા લીધું, અમે તો મૌનમાં રહીને.!
અમસ્તો કંઈ નથી મળ્યો 'નશો ' આ પૂર્ણતાનો, હા ;
અધુરાપણ સતત પીધું, અમે તો મૌનમાં રહીને!
વળાંકો - ટેકરા -ખાડા બધાયે ગુમ થયા ' કાયમ '
જીવન જોયું સહજ સીધું અમે તો મૌનમાં રહીને!!
કાયમ હજારી
મોરબી
No comments:
Post a Comment