લકીરોની વાતો પહેલી રહી,
જીવનભર હથેળી જ મેલી રહી.
રહી આફતો દોસ્ત થઈ ને સદા,
ને એકલતા મારી સહેલી રહી.
ના નજરોથી એને ઉતારી શકયો,
સફળતા ના માથે ચઢેલી રહી.
ગગનમાં મળી માત્ર ઊંચાઈઓ,
ખુશીતો ચરણમાં પડેલી રહી.
કહાણી છે 'દિપક'ની બસ આટલી,
પ્રકાશે છે તન, રુહ તપેલી રહી.
- દિપક ઠાકર
No comments:
Post a Comment