Tuesday, 24 January 2017

અછાંદસ

મને નહિ ફાવે સઘળું સમજાવવું!
અંતરમાંહેથી જે ઊલટથી આવે એને કેમ કરી શબ્દોમાં ઢાળવું?
મને નહિ ફાવે સઘળું સમજાવવું!

પ્રેમની *feelings*ને તો ફીલવાની હોય એમાં શાને તું *description* માંગે?
હૂંફાળો સ્પર્શ એ તો *otc product* છે, એમાં યે -*prescription* માંગે?
એકમાં ઊમેરાય એક તો ય થાય એક, એમાં *logic* શું લગાવવું!?
મને નહિ ફાવે સઘળું સમજાવવું!

દિવસ ને રાત સતત રહીને *online* હવે કહી દો કે ચેટવાનું કેટલું?
બીડેલી આંખોમાં ઊઘડે *webcam*, પછી સપનામાં વેઠવાનું કેટલું?
મનમાં જે હોય એને *tweet* કરી દઈએ, પણ હૈયાનું હેત ક્યાં સમાવવું?
મને નહિ ફાવે સઘળું સમજાવવું!

મને નહિ ફાવે સઘળું સમજાવવું!
અંતરમાંહેથી જે ઊલટથી આવે એને કેમ કરી શબ્દોમાં ઢાળવું?
મને નહિ ફાવે સઘળું સમજાવવું!

: હિમલ પંડ્યા

(OTC Product : Priscription ની જરુર વગર મેળવી શકાય એવી)

No comments:

Post a Comment