કોઇ તો મારા રામને આજ મનાવો રે....
કોઇ તો મારા રામને આજ બોલાવો રે....
ભકત તારો આ ભીંડમાં ખોવાણો,
પાપ,પુણ્યના ચકકરમાં અટવાણો.
તોય પાછો કરતો આવે વહાલો વહાલો રે...
તોય હાથ જોડી કાલા વાલા કરે પાછો રે...
સાંભળ અરજી રે તારા ભકતની આટલી,
સાંભળી લે આટલી મારી વિનતીં,
અમે તારા બાળ માન અમને પોતાનો રે.....
સમજીને અમને આપ સહારો રે....
આપજે હૃદયમાં જગ્યાં તારા,
આપજે દર્શન માગ્યાં તારા,
મારાં નાથ આજ હૂડીં તો સ્વીકારો રે....
આપજે મને આજ તારો લ્હાવો રે.....
કોઇ તો મારા રામને આજ મનાવો રે....
કોઇ તો મારા રામને આજ બોલાવો રે....
પલ્લુ..
No comments:
Post a Comment